કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય


‘સ્થાનિક ઉધોગોનું રક્ષણ અને આત્મનિર્ભરતા તરફનું બજેટ’

અભીક બરુઆ (એચડીએફસીના ચીફ ઈકોનોમિસ્ટ)

આર્થિક રિકવરીના ટેકા સાથેનું અતિ સંતુલિત બજેટ છે. બજેટમાં મૂડીખર્ચના વધારા દ્વારા વિકાસ સાધવાની પ્રચલિત રીત અપનાવાઈ છે, જેનો ઈરાદો ખાનગી મૂડીરોકાણને જાહેર ખર્ચ દ્વારા વેગ આપવાનો છે. બજારો નાણાકીય વર્ષ 2023 માટેના જીડીપીના 6.4 ટકાની નાણાકીય ખાધના અપેક્ષાથી ઊંચા લક્ષ્યાંકથી નિરાશ થઈ શકે છે, જોકે અત્યારે અર્થતંત્ર જ્યારે રિકવરીના પંથે છે ત્યારે ખાધ અને દેવાને ઘટાડવા માટેનાં આક્રમક પગલાં લેવાં યોગ્ય નથી. જાહેર દેવામાં વધારો બોન્ડ્સના યીલ્ડ પર દબાણ આણશે, ત્યારે ગ્રીન બોન્ડ્સની યોજના રસ પડે એવી છે. આત્મનિર્ભરતા માટેનાં નીતિવિષયક પગલાં સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરશે. 25 વર્ષના લાંબા ગાળાને ધ્યાનમાં રાખી ટૂંકા ગાળાના મૂડીખર્ચ નક્કી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. શિક્ષણ અને માનસિક આરોગ્યના મહત્ત્વને બજેટમાં સ્વીકારવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી બેન્કોને અસર કરે એવી સંભાવના છે, પરંતુ એ પછીનાં પરિણામોની વિચારણા પણ આવશ્યક છે.