બજેટમાં મોબાઇલ, કપડાં સસ્તાં, શું મોંઘું થયું? જાણો…

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નાણાપ્રધાને સતત બીજી વાર પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને બજેટમાં 5Gનો પ્રારંભ કરવાની, ગામોમાં બ્રોડબ્રેન્ડ કનેક્શન શરૂ કરવાની જાહેરાત સાથે 60,000 યુવાઓને નોકરીઓ આપવાની વાત કહેવામાં આવી છે. બજેટમાં વડા પ્રધાનની આવાસ યોજના હેઠળ 80 લાખ ઘર બનાવવામાં આવશે.

બજેટમાં શું મોંઘું?

નાણાપ્રધાને બજેટમાં કેપિટલ ગુડ્સ પર આયાત ડ્યુટીમાં છૂટને ખતમ કરી દીધી છે. એના પર 7.5 ટકા આયાત ડ્યુટી લગાડવામાં આવી છે. વળી, ઇમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે. એનું કારણ આયાત ઘટાડવાની છે. એ સાથે વિદેશી છત્રી મોંઘી થશે.

બજેટમાં શું સસ્તું ?

નાણાપ્રધાનના બજેટમાં કપડાં, ચામડાનો માલસામાન, મોબાઇલ ફોન, ચાર્જર, હીરાનાં આભૂષણ, ખેતીનો માલસામાન સસ્તા થશે. આ સિવાય હીરા પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. સ્ટીલ સસ્તું થશે. આ ઉપરાંત વિદેશી મશીનો અને ઇલેક્ટ્રોનિક માલસામાન સસ્તો થશે. વીજળી સસ્તી થશે, હા, પણ એમાં સમય લાગશે.

આ ઉપરાંત નાણાપ્રધાને બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર 15 ટકા ટેક્સ લાગશે. તેમણે સરચાર્જને 12 ટકાથી ઘટાડીને સાત ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે ક્રિપ્ટો કરન્સીની આવક પર હવે 30 ટકા ટેક્સ લાગું થશે.