મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેક્નોલોજી ક્ષેત્રની પેટા કંપની જિયો પ્લેટફોર્મ્સે (JPL) તાજેતરમાં વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા બહાર પાડવામાં આવેલા પેટન્ટ કો-ઓપરેશન ટ્રિટી (PCT) રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે ટોચના 20 રેન્કિંગમાં સ્થાન મેળવી લીધું છે. પ્રકાશિત થયેલા ડેટાને આધારે ટોચના PCT અરજદારોને આ રિપોર્ટ રેન્ક આપે છે. JPLએ વર્ષ 2025ની યાદીમાં 320 સ્થાનની છલાંગ લગાવી છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી તેજ ગતિએ આગળ વધી રહેલા ઇનોવેટર્સમાં સ્થાન અપાવે છે. આના થકી તેણે હુવાવે, સેમસંગ, ક્વાલકોમ, LG, પેનાસોનિક, નોકિયા, ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ જેવા વૈશ્વિક ટેકનોલોજી લીડર્સના એક ચુનંદા જૂથમાં સ્થાન હાંસલ કર્યું છે.
જિયોનો પેટન્ટ પોર્ટફોલિયો નેક્સ્ટ-જનરેશન ડિજિટલ ટેક્નોલોજી પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં 5G, 5G એડવાન્સ્ડ, 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), AI નેટિવ નેટવર્ક્સ, ક્લાઉડ નેટિવ પ્લેટફોર્મ્સ, ઇન્ટેલિજન્ટ ઓટોમેશન, રેડિયો એક્સેસ, કોર નેટવર્ક સોફ્ટવેર, એજ ઇન્ટેલિજન્સ, ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ, નેટવર્ક સ્લાઇસિંગ અને ડિજિટલ સર્વિસિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આકાશ એમ. અંબાણીએ આ સિદ્ધિ વિશે જણાવ્યું હતું કે WIPO PCT રેન્કિંગમાં જિયો પ્લેટફોર્મ્સનું વૈશ્વિક ટોપ 20માં આગમન એ અમારી ડીપ ટેક કંપનીમાં પરિવર્તિત થવાની વર્ષોની મહેનતનું પરિણામ છે. વિવિધ અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રમાં જિયોના ઇનોવેશન્સનો વેગ આ સિદ્ધિ થકી જોવા મળી રહ્યો છે અને તે આગામી વર્ષોમાં સતત વધતો રહેશે. હું આ સિદ્ધિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સમર્પિત કરવા માગું છું, જે ભારતને વિશ્વ માટે ટેક્નોલોજીના સર્જક, માલિક અને નિકાસકાર બનાવવાની પરિકલ્પના કરે છે. ભારતને વૈશ્વિક ડીપ ટેક પાવરહાઉસ બનાવવાની દિશામાં યોગદાન આપવા બદલ અમને ગર્વ છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કંપનીની 320 સ્થાનનો કૂદકો મારીને 20મું સ્થાન હાંસલ કરવાની સિદ્ધિ એવા વર્ષમાં આવી છે જ્યારે વૈશ્વિક સ્તરે PCT ફાઇલિંગમાં એક ટકા કરતાં પણ ઓછી વૃદ્ધિ નોંધવામાં આવી છે.
India just entered the global innovation elite.
Jio Platforms has surged into the Global Top 20 of WIPO’s Patent Co-operation Treaty (PCT) rankings for 2025, becoming the only Indian technology innovator to make the list.
A jump of 320 places in one year, now in the company of… pic.twitter.com/05pYZmxx9A
— Reliance Industries Limited (@RIL_Updates) June 15, 2026
WIPO રેન્કિંગ એ કંપનીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોડક્ટિવટી અને બૌદ્ધિક સંપદાની ગહનતાને બાહ્ય જગતે આપેલી એક મહત્વપૂર્ણ સ્વીકૃતિ છે. તે વિવિધ અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક ટેક્નોલોજી નિર્માણના પટલ પર ભારતીય મૂળની નવીનતાને મજબૂત રીતે સ્થાપિત કરે છે. કંપનીએ 31 માર્ચ, 2026 સુધીમાં કુલ મળીને 6817 પેટન્ટ ફાઇલ કરી છે. આમાંથી 2393 પેટન્ટ ભારતમાં અને 4424 વિદેશી અધિકાર ક્ષેત્રોમાં ફાઇલ કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે કુલ 1009 પેટન્ટ મંજૂર કરવામાં આવી છે, જેમાં ભારતમાં 538 અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 471 પેટન્ટની મંજૂરનો સમાવેશ થાય છે. વૈશ્વિક ટેક IP લીડર તરીકે જિયોનો આ ઉદય ભારતના ટેક્નોલોજી પરિદૃશ્યમાં મોટા પાયે ટેક્નોલોજીના અમલીકરણથી લઈને મૂળ ટેક્નોલોજીના સર્જન તરફના મોટા પરિવર્તનનો સંકેત આપે છે.






