હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ લિમિટેડનો IPO 17 ઓગસ્ટે ખૂલશે

અમદાવાદઃ  હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 17 ઓગસ્ટે ખૂલશે. કપની દ્વારા ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 57થી રૂ. 60 નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા 250 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 250 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ શુક્રવાર, 14 ઓગસ્ટ રહેશે. બિડ/ઓફર સોમવાર, 17 ઓગસ્ટે ખૂલશે. આ ઇશ્યુમાં સંપૂર્ણપણે ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થાય છે, જેનું કુલ મૂલ્ય રૂ. 26,000 મિલિયન સુધીનું રહેશે. દરેક શેરની ફેસ વેલ્યુ રૂ.10 છે.

બ્લેકસ્ટોનના રિયલ એસ્ટેટ ઈન્ડિયાના હેડ આશિષ મોહતાએ જણાવ્યું હતું કે ભારતમાં ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર કેન્દ્રિત પ્રથમ આઈપીઓ લોન્ચ કરતાં અમને ખુશી થઈ રહી છે. આ બ્લેકસ્ટોનનો દેશમાં 15મો આઈપીઓ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સાતમું લિસ્ટિંગ પણ છે. કંપનીના CEO ઉર્વિશ રાંભિયાએ જણાવ્યું હતું કે આઈપીઓ માટે ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે. માત્ર છ વર્ષમાં અમે બ્લેકસ્ટોનની વૈશ્વિક પહોંચ, ક્ષેત્રની ગહન નિપુણતા અને મજબૂત સંચાલન ક્ષમતાના સહારે ભારતનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રિયલ અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બન્યા છીએ. ઇન્ડસ્ટ્રિયલ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદન ક્ષેત્ર અને આર્થિક વિકાસનો મહત્વપૂર્ણ આધાર છે. ભારતના આગામી તબક્કાના વિકાસને ટેકો આપવા માટે જરૂરી આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાવાળી ફેસિલિટીઝનું નિર્માણ અમે આગળ પણ ચાલુ રાખીશું.

આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેરને BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ), એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને 360 વન ડબ્લ્યુએએમ લિમિટેડ આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.આ ઓફર સેબી ICDR નિયમનોના નિયમન 32(2)ના સંદર્ભે નેટ ઇશ્યુના લઘુતમ 75 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs)ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે. આ ઉપરાંત, નેટ QIB હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ QIB હિસ્સાની ફાળવણી તમામ QIB રોકાણકારો (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે,  આ ઉપરાંત, એમ્પ્લોયીઝ રિઝર્વેશન હિસ્સામાં બિડિંગ કરી રહેલા પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે.