એર ઈન્ડિયાના પાઈલટ્સની રજાઓ અચાનક રદ કરાઈ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાએ આજે એક ઓર્ડર બહાર પાડીને તેના પાઈલટ્સને જણાવ્યું છે કે એમની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
તમામ પાઈલટ્સને મોકલવામાં આવેલા ઈમેલમાં જણાવાયું છે કે, કોકપિટ ક્રૂ સભ્યોની તમામ રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તે છતાં કોઈને...