નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોવાકિયાની રાજધાની બ્રાટિસ્લાવામાં સ્લોવાક રિપબ્લિકના વડા પ્રધાન રોબર્ટ ફિકો (Robert Fico) સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભારત-સ્લોવાકિયા સંબંધોની મહત્ત્વતા પર પ્રકાશ પાડ્યો હતો. બંને દેશોના વડા પ્રધાનોએ સંરક્ષણ સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કર્યા હતો. મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે હું સ્લોવાકિયાના વડા પ્રધાનનું ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માનું છું. તેઓ એક અનુભવી નેતા અને ભારતના સાચા મિત્ર છે. ભારત-સ્લોવાકિયા મિત્રતાને નવી ઊંચાઈઓએ પહોંચાડવામાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમને મળીને અમારા દ્વિપક્ષી સંબંધોના ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવાનો મને અવસર મળ્યો છે.
સંરક્ષણ સહયોગ માટે કરાર
પીએમ મોદીએ જણાવ્યું હતું કે સ્લોવાકિયાની મારી આ મુલાકાત કોઈ પણ ભારતીય વડા પ્રધાનની પ્રથમ મુલાકાત છે. આ ઐતિહાસિક અવસરે અમે અમારા સંબંધોને વ્યાપક ભાગીદારીનું સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે.”
તેમણે આગળ કહ્યું હતું કે સંરક્ષણ સહયોગ આપણા પરસ્પર વિશ્વાસ અને વ્યૂહાત્મક સમાનતાનું પ્રતીક છે. મને આનંદ છે કે આજે અમે આ ક્ષેત્રમાં લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી સંયુક્ત વિકાસ, સંયુક્ત ઉત્પાદન અને બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચેના સહકારને નવી ગતિ મળશે.
I thank Prime Minister Fico for the warm welcome at the iconic Bratislava Castle. We shall keep working together to further strengthen the India-Slovakia friendship.@RobertFicoSVK pic.twitter.com/8552LodfUG
— Narendra Modi (@narendramodi) June 15, 2026
ભારત-સ્લોવાકિયા સ્પેસ સહયોગ
મોદીએ યાદ અપાવ્યું હતું કે 2017માં સ્લોવાકિયાનો પ્રથમ ઉપગ્રહ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આજે ભારતનો અવકાશ ક્ષેત્ર અદભુત ઝડપે આગળ વધી રહ્યો છે. હું સ્લોવાકિયાની કંપનીઓને આ વિકાસયાત્રામાં જોડાવા માટે આમંત્રિત કરું છું.
યુએન સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યપદ માટે સ્લોવાકિયાનું સમર્થન
સ્લોવાકિયાના વડા પ્રધાનમંત્રી રોબર્ટ ફિકોએ ભારતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે નોંધપાત્ર આર્થિક વિકાસ હાંસલ કર્યો છે. તેમણે UNSCમાં ભારતને સ્થાયી સભ્યપદ મળવું જોઈએ તેવું સમર્થન પણ વ્યક્ત કર્યું. દ્વિપક્ષી ચર્ચા દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારતને UNSCનું સ્થાયી સભ્ય હોવું જોઈએ.






