કટ, પોલિશ્ડ ડાયમંડ્સ પરની આયાત ડ્યૂટી ૭.૫%થી ઘટાડીને 5% કરાઈ

નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કટ અને પોલિશ્ડ ડાયમંડ્સ તથા જેમસ્ટોન્સ પરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને પાંચ ટકા કરવાની જાહેરાત કરી છે. હાલ આ ડ્યુટી ૭.૫ ટકા છે.

સીતારામને કહ્યું છે કે સરકાર ઈ-કૉમર્સ મારફતે ઘરેણાંની નિકાસ કરવા માટે સુવિધા કરી આપશે. તેના માટે આ વર્ષે જૂન સુધીમાં સરળ નિયમનકારી માળખું તૈયાર કરી અપાશે.

તેમણે જણાવ્યું હતું કે ઇમિટેશન જ્વેલરીની વાસ્તવિકત કરતાં ઓછું મૂલ્ય જાહેર કરીને થતી આયાતને કાબૂમાં રાખવા માટે ઇમિટેશન જ્વેલરી પરની કસ્ટમ્સ ડ્યૂટી લાગુ કરવામાં આવે છે. આ આયાત પર પ્રતિ કિલો ઓછામાં ઓછી ૪૦૦ રૂપિયાની ડ્યુટી લાગે એવી જોગવાઈ કરવામાં આવે છે.