કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય


‘તમામ ક્ષેત્રમાં રોકાણને વેગ મળશે’

આશિત શાહ (એમ.જે. સાગર એસોસિએટ્સ)

બજેટમાંની દરખાસ્તો બધાં ક્ષેત્રોમાં ઈક્વિટી અને ડેટમાં મૂડીરોકાણની તકો વધારશે. પીએમ ગતિશક્તિ સ્કીમ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં મૂડીરોકાણને વેગ આપશે. ઈસીએલજીએસને માર્ચ, 2023 સુધી વિસ્તારવાને કારણે અને અતિરિક્ત 50,000 કરોડની ગેરન્ટીઝને કારણે હોસ્પિટાલિટી ક્ષેત્રને લાભ થશે. સોવરિન ગ્રીન બોન્ડ્સ દ્વારા જાહેર સાહસો વેપારી ધોરણે પરવડે એવા દરે નાણાં એકત્ર કરી શકશે. પ્રોત્સાહનોને કારણે સોલાર પાવર સાધનોના ઉત્પાદનને વેગ મળશે. ડિજિટલાઈઝેશનને વેગ આપવા માટેનાં પગલાં પણ છે. પેમેન્ટ પ્લેટફોર્મ્સ કે જે ફિનટેક ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે યોગ્ય છે.