કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

‘ક્રિપ્ટો કરન્સી પર ટેક્સઃ દુરંદેશી પગલું’

રિતુ શાહ (ફાઈનાન્સિયલ કન્સલટન્ટ અને ક્રિપ્ટો કરન્સી નિષ્ણાત)

નાણાં પ્રધાને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન બ્લોકચેઈન ટેક્નોલોજી આધારિત ડિજિટલ રૂપી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. વૈશ્વિક પરિમાણો અતિ ઝડપે બદલાઈ રહ્યાં છે અને ડિજિટલાઈઝેશન વધી રહ્યું છે ત્યારે આ પગલું બહુ દૂરદંશીયુક્ત છે.

ક્રિપ્ટો કરન્સીઝ પરના વેરા સુધારા અંગે પણ સ્પષ્ટતા છે, જે અંગે બધા રોકાણકારોમાં ગૂંચવાડો પ્રવર્તતો રહ્યો છે. ડિજિટલ એસેટ્સની ભેટ કે ટ્રાન્સફરને 30 ટકાના દરે વેરો લાગુ પડશે. જો આમાં કરેલા રોકાણમાં ખોટ જશે તો તેને અન્ય કોઈ એસેટ ક્લાસની આવક હેઠળ સરભર કરી શકાશે નહિ.

ડિજિટલ રૂપીની જાહેરાત પ્રગતિશીલ પગલું

વૈશ્વિક સ્તરે ડિજિટાઇઝેશન ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે એવા સમયે સરકારે બ્લોકચેઇન ટેક્નૉલૉજીની મદદથી લૉન્ચ કરાનારા ડિજિટલ રૂપીની જે જાહેરાત કરી છે એ ઘણું પ્રગતિશીલ પગલું છે. આ ઉપરાંત ક્રીપ્ટોકરન્સીને લાગુ થનારા કરવેરા વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.