અમદાવાદ(પશ્ચિમ): શહેરી મતદારોના મનમાં કોણ?

અમદાવાદ: 1951થી 2009 સુધી અમદાવાદની લોકસભા બેઠક એક જ હતી. 2008માં નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2008માં સંસદીય મત વિસ્તારના નવા સીમાંકનના અમલીકરણના ભાગરૂપે બનાવવામાં આવી હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. તેમાં પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. ત્યારબાદ તેઓ 2014 અને 2019ની ચૂંટણીમાં પણ આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.જોકે આ વખતે ભાજપે તેમના સ્થાને દિનેશ મકવાણાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે.

ઉમેદવાર

ભાજપ: દિનેશ મકવાણા

દિનેશ મકવાણાએ B.A LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ 1987થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. તેઓ પાંચ ટર્મ કોર્પોરેટર બન્યા અને બે વખત ડે.મેયર પણ બન્યા હતા. તેમને સત્તા અને સંગઠનનો અનુભવ છે.

કોંગ્રેસ: ભરત મકવાણા 

કોંગ્રેસે અમદાવાદ પશ્વિમ અનામત સીટ પરથી ભરત મકવાણાને ટિકિટ આપી છે. ભરત મકવાણાનો મુકાબલો ભાજપના દિનેશ મકવાણા સાથે થશે. ભરત મકવાણાએ ગેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. તેમણે કાયદાની ડિગ્રી પણ મેળવી છે. ભરત મકવાણા રાજકીય પરિવાર સાથે સંકળાયેલા છે. તેમના પિતા યોગેન્દ્ર મકવાણા ઇન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. તેઓ આણંદ જિલ્લાની સોજીત્રા બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમના માતા શાંતાબેન મકવાણા પણ સોજીત્રાથી ત્રણવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં. મકવાણા પરિવાર મૂળ કોંગ્રેસી પરિવાર છે.

PROFILE

  • અમદાવાદ (પશ્ચિમ) લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા(SC)અને અસારવા (SC) વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના ડૉ. કિરીટ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,21,546 વોટની લીડથી જીત્યા હતા.

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    17,11,932

પુરુષ મતદાર   8,82,968

સ્ત્રી મતદાર     8,28,895

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
એલિસબ્રિજ ભાજપ અમિત શાહ 1,19,323 1,04,796
અમરાઈવાડી ભાજપ ડૉ. હસમુખ પટેલ 93,994 43,272
દરિયાપુર ભાજપ કૌશિક જૈન 61,490 5,485
જમાલપુર-ખાડિયા કોંગ્રેસ ઈમરાન ખેડાવાલા 54,847 13,658
મણિનગર ભાજપ અમુલ ભટ્ટ 1,13,083 90,728
દાણીલીમડા(SC) કોંગ્રેસ શૈલેષ પરમાર 69,130 13,487
અસારવા (SC) ભાજપ દર્શનાબેન વાઘેલા 80,155 54,173

અમદાવાદ પશ્ચિમ બેઠકની વિશેષતા

  • 1951થી 1984 સુધી આ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ હતું
  • 1989માં સૌપ્રથમ વખત ભાજપના ઉમેદવારે જીત નોંધાવી.
  • 2009માં નવા સીમાંકન બાદ છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ડૉ. કિરીટ સોલંકી વિજેતા.