‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

વજુ કોટક: વાંસળી અને કેમેરાનાં ક્લિક્સનાં શોખીન… તસવીરી ઝલક…

ભાવનગરનું તખ્તેશ્વર મંદિરઃ આ મંદિરની પાળ પર બેસીને વજુભાઈ હંમેશાં વાંસળી વગાડતાં. સવારના પાંચ વાગ્યે મંદિરમાં જઈને એ વાંસળી વગાડતા. આજુબાજુમાં રહેતા લોકો કહેતા કે અમારે એલાર્મ મૂકવાની જરૂર ન પડે. વજુભાઈ વાંસળી વગાડવાનું શરૂ કરે એટલે અમે જાગી જતાં.

મુંબઈમાં જુહૂના દરિયાકિનારે વજુભાઈ સાથે એક વાંદરો મસ્તીએ ચડ્યો હતો. વજુભાઈનાં પત્ની મધુરીબહેને એ અદ્દભુત દ્રશ્યોને કેમેરામાં ઝડપી લીધાં હતાં.