રિયાધઃ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને (AIFFએ) જણાવ્યું હતું કે હીરો સંતોષ ટ્રોફીની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ એક માર્ચે અને ચોથી માર્ચ કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. AIFFએ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપની 76મી આવૃત્તિ માટે આ મોટું પગલું ભર્યું હતું. ભૂતપૂર્વ ચેમ્પિયન પંજાબ પહેલાં સેમી ફાઇનલમાં મેઘાલય સામે ટકરાશે, જ્યારે સર્વિસિઝ બીજી સેમી ફાઇનલમાં કર્ણાટક સામે ટકરાશે. ત્રીજા સ્થાન માટે મેચ અને ફાઇનલ ચોથી માર્ચે રમાશે, જેનાથી ભારતીય ફૂટબોલના ઇતિહાસમોટા ચેપ્ટરનો અંત આવશે.
પંજાબે અંતિમ તબક્કામાં ત્રણ જીત ને બે ડ્રોની સાથે ગ્રુપ Aમાં ટોચ પર હતું, જ્યારે કર્ણાટકબે જીત અને ત્રણ ડ્રોની સાથે બીજા ક્રમાંકે હતું. પંજાબે ત્રણ મેચોમાં આઠ ગોલ ગુમાવીને 12 ગોલ કર્યા હતા, જ્યારે કર્ણાટકે 10 ગોલ કર્યા હતા અને સાત ગોલ ગુમાવ્યા હતા. આ સાથે સર્વિસિસ ગ્રુપ Bમાં ટોચ પર હતી, જેણે અંતિમ દોરમાં ચાર જીત અને રાંચ મેચોમાં ડ્રોની કરી હતી. મેઘાલયે છ ટીમોના ગ્રુપમાં ત્રણ જીત, એક ડ્રો અને એક હાર સાથે બીજો ક્રમાંક હાંસલ કર્યો હતો.
આ ટુર્નામેન્ટમાં 36 ટીમોએ ભાગ લીધો હતો, જેને ટીમોને છ ગ્રુપમાં પહેંચી હતી. છ ગ્રુપના વિજેતા અને ત્રણ રનર અપે ફાઇનલ રાઉન્ડમાં ભાગ લેશે, જેમાં રેલવેઝ અને સર્વિસિઝ અને યજમાન ઓડિશા ફાઇનલ રાઉન્ડમાં ક્વોલિફાય થયા હતા. આ પ્રકારે પંજાબ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, ગોવા, કેરળ અને દિલ્હીના ગ્રુપોએ ટોપર્સ તરીકે ક્વોલિફાય કર્યું હતું.