ઓઇલ સંકટઃ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતાં ક્રૂડમાં ઉછાળાની આશંકા

નવી દિલ્હીઃ અમેરિકા, ઇઝરાયેલ  અને ઇરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે વૈશ્વિક બજારો અને વિવિધ દેશોની સરકારોની નજર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) પર ટકેલી છે, જે વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે. બંધ થાય તો કાચા ઓઇલની કિંમત તેજીથી વધીને પ્રતિ બેરલ 100 ડોલર સુધી પહોંચી શકે છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઇરાન અને ઓમાન વચ્ચે આવેલો છે અને પર્શિયન ખાડીને ઓમાનની ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડે છે. તેની સૌથી સાંકડી પહોળાઈ લગભગ 33 કિલોમીટર છે, જ્યારે બંને દિશામાં શિપિંગ લેન માત્ર આશરે 3 કિલોમીટર જેટલી પહોળી છે. મર્યાદિત પહોળાઈ હોવા છતાં તેને આંતરરાષ્ટ્રીય ટ્રાંઝિટ રૂટ તરીકે માન્યતા પ્રાપ્ત છે અને તે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંનો એક છે.

વિશ્વની કુલ પેટ્રોલિયમ વપરાશનો લગભગ પાંચમો ભાગ, એટલે કે અંદાજે 17થી 20 મિલિયન બેરલ પ્રતિ દિવસ આ જ માર્ગથી પસાર થાય છે. ઓપેકના મુખ્ય ઉત્પાદક દેશો જેમ કે સાઉદી અરેબિયા, ઇરાન, યુનાઇટેડ અરબ અમીરાત, કુવૈત અને ઇરાક પોતાનું મોટા ભાગનું ક્રૂડ આ માર્ગથી નિકાસ કરે છે. વિશ્વનો સૌથી મોટો LNG નિકાસકાર કતાર પણ તેની લગભગ LNG સપ્લાય આ જ માર્ગ મારફતે મોકલે છે. ભારત માટે પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂબ મહત્વનો

વૈશ્વિક તેલ અને ગેસ વેપારનો મોટો હિસ્સો આ માર્ગથી પસાર થતો હોવાથી કોઈ પણ અવરોધ આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારો પર સીધી અસર કરી શકે છે. ભારત માટે પણ આ માર્ગ અત્યંત મહત્વનો છે. ભારતની આશરે 50 ટકા ક્રૂડ આયાત અને લગભગ 60 ટકા LNG આયાત આ જ માર્ગથી થાય છે. કોઈ પણ વિક્ષેપ દેશની અર્થતંત્રને તરત અસર કરી શકે છે.