GalleryEvents મોદીએ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું… May 19, 2021 ભયાનક ચક્રવાત ‘તાઉ’તે’ વાવાઝોડાએ ગયા સોમવારની રાતે અને મંગળવારે ગુજરાતમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવ તથા ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં વેરેલા વિનાશનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 મે, બુધવારે સવારે હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ અમદાવાદમાં જઈને ટોચના સરકારી અધિકારીઓ સાથે સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલી રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. પીએમ મોદી અને રૂપાણીએ ભારતીય હવાઈ દળના હેલિકોપ્ટરમાં બેસીને બે કલાક સુધી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. મોદીએ ગુજરાત રાજ્ય માટે રૂ.1000 કરોડની તાત્કાલિક રાહત સહાયની જાહેરાત પણ કરી છે. તથા ગુજરાતની જનતાને કેન્દ્ર સરકાર તરફથી આ આફતના સમયમાં સંપૂર્ણ સાથ-સહકારની ખાતરી આપી છે. ભાવનગર એરપોર્ટ ખાતે વડા પ્રધાન મોદીને આવકારતા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી.