બિહારમાં પ્રથમ તબક્કામાં 3 વાગ્યા સુધીમાં 53.77% મતદાન

બિહાર: વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 18 જિલ્લાઓની 121 બેઠકો માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. બપોરે 3 વાગ્યા સુધી 53.77% મતદાન નોંધાયું હતું.આજે ચૂંટણીમાં 104 બેઠકો પર સીધો મુકાબલો છે, જ્યારે 17 બેઠકો પર ત્રિકોણીય લડાઈ છે. બિહારની 243 બેઠકો પર 2 તબક્કામાં ચૂંટણીઓ થઈ રહી છે. બિહારની 243 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

આ રાજકીય જંગમાં કેટલીક ખાસ બેઠકો છે- તેજસ્વી યાદવની રાઘોપુર બેઠક, તેજ પ્રતાપ યાદવની મહુઆ, અને તારાપુર, જ્યાંથી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવના પરિવાર, નીતીશ કુમાર જેવા લોકોએ મતદાન કરી દીધું છે.ધ્યાનમાં રહેનારી અન્ય બેઠકો છે- અલીનગર, જ્યાંથી ગાયિકા મૈથિલી ઠાકુર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે; નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાની લખીસરાય; જેડીયુના ઉમેદવાર બાહુબલી અનંત સિંહની મોકામા બેઠક, જેમને તેમના વિરોધી દુલાર ચંદ યાદવની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને આરજેડીના ઉમેદવાર દિવંગત મોહમ્મદ શહાબુદ્દીનના પુત્ર ઓસામા શહાબની રઘુનાથપુર બેઠક છે. આ ઉપરાંત, 122 બેઠકો પર બીજા તબક્કામાં 11 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.