કાંદિવલીમાં વરિષ્ઠ નાગરિકો માટે ડ્રાઈવ-ઈન વેક્સિનેશન સેન્ટર

મુંબઈ મહાનગરપાલિકાના ઉપક્રમે કાંદિવલી (પૂર્વ) ઉપનગરમાં આવેલા ગ્રોવેલ્સ શોપિંગ મોલના પાર્કિંગ એરિયામાં 20 મે, ગુરુવારે ડ્રાઈવ-ઈન કોરોનાવાઈરસ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. 60 વર્ષથી વધારે વયનાં અનેક નાગરિકોએ એમની કારમાં બેસીને કોરોના-પ્રતિરોધક રસીનો ડોઝ લેવાનો લાભ મેળવ્યો હતો. આ કેન્દ્રનું ઉદઘાટન મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકરે કર્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)

ડ્રાઈવ-ઈન વેક્સિનેશન સેન્ટરનું ઉદઘાટન કરતાં મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકર