કોરોનાને કારણે એશિયા T-20 કપ રદ કરાયો

કોલંબોઃ એશિયા કપ T-20ને રદ કરવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કોરોના સંક્રમણના વધતા કેસોને જોતાં ટુર્નામેન્ટ કરાવવાનો ઇનકાર કર્યો છે. વર્ષ 2022 એશિયા કપ ગયા વર્ષે પાકિસ્તાનમાં થવાનો હતો, પરંતુ કોરોનાને કારણે એને ટાળી દેવામાં આવ્યો હતો અને એનું યજમાનપદું શ્રીલંકાને સોંપવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ આ વર્ષે જૂનમાં થવાની હતી. એશિયા કપનું આયોજન બે વર્ષના સમયગાળા પછી થાય છે. શ્રીલંકા ક્રિકેટના મુખ્ય કાર્યકારી એશ્લે ડી. સિલ્વાએ કહ્યું હતું કે વર્તમાન હાલત જોતાં જૂનમાં ટુર્નામેન્ટ કરાવવી સંભવ નથી. શ્રીલંકામાં હજી કોરોનાના કેસો વધતાં 10 દિવસ સુધી હવાઈ પ્રવાસ પ્રતિબંધ છે.

એશિયા કપ બીજી વાર રદ કરવામાં આવ્યો હતો. આ પહેલાં 1993માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવને કારણે એને રદ કરવામાં આવ્યો હતો. પહેલો એશિયા કપ 1984માં શારજાહમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પહેલાં માત્ર વનડેની ટુર્નામેન્ટ થતી હતી, જ્યારે વર્ષ 2016થી T-20 અને વનડેને ટુર્નામેન્ટ રોટેશનને આધારે થવા લાગી.

BCCI સેક્રેટરી જય શાહની અધ્યક્ષતાવાળી એશિયા ક્રિકેટ પરિષદે અત્યાર સુધી ટુર્નામેન્ટની ભવિષ્યની યોજનાઓની ઘોષણા નથી કરી, પણ મિડિયા અહેવાલોમાં આવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષ એશિયા કપનું આયોજન કરવામાં આવશે. જોકે ટુર્નામેન્ટનું યજમાનપદાનો અધિકાર આવતા વર્ષે કોને મળશે, એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. એવું માનવામાં આવ્યું છે કે પાકિસ્તાનને યજમાનપદું મળે એવી શક્યતા છે અને એનું આયોજન યુએઈમાં થઈ શકે છે.