ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું, ટી20 શ્રેણીમાં 2-1ની લીડ મેળવી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 સીરિઝની ચોથી મેચ કૈરારા (ગોલ્ડ કોસ્ટ)ના હેરિટેજ બેન્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને સીરિઝમાં 2-1થી લીડ બનાવી લીધી છે. 168 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ 18.2 ઓવરમાં 119 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે માત્ર 3 રન આપીને 3 વિકેટ ઝડપી. અક્ષર પટેલ અને શિવમ દુબેને 2-2 વિકેટ મળી.

મેચમાં ટોસ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે જીત્યો હતો અને તેમણે ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ સોંપી હતી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 167 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 18.2 ઓવરમાં 119 રને જ ઓલઆઉટ થઈ ગયું હતું. જણાવી દઈએ કે, ભારત તરફથી સૌથી વધુ રન ગિલે (46 રન) બનાવ્યા હતા. હવે છેલ્લી મેચ 8 નવેમ્બર 2025 રમાશે. જો ભારત તે મેચ જીતશે તો સીરિઝ પર કબજો કરી લેશે. હવે સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ કેનબેરાના ધ ગાબા સ્ટેડિયમમાં શનિવારે 8 નવેમ્બરના રોજ રમાશે.