સાંજે પાંચ વાગ્યેઃ સિંધુની કાંસ્યચંદ્રક મેચ

ટોક્યોઃ ભારતની વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ આજે અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગમાં તેની બ્રોન્ઝ મેડલ માટેની મેચ રમવાની છે. એમાં તેનો મુકાબલો થવાનો છે ચીનની હી બિંગ જિયાઓ સાથે. જો સિંધુ આ મેચ જીતશે તો ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનાર એ બીજી ભારતીય બનશે. પહેલો છે કુસ્તીબાજ સુશીલકુમાર.

સિંધુ ગઈ કાલે સેમી ફાઈનલમાં તાઈવાનની વર્લ્ડ નંબર-1 ખેલાડી તાઈ તુ-યીંગ સામે 18-21, 12-21 સ્કોરથી હારી જતાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવવાની તેની આશા પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ તેને એક મેડલ જીતવાની હજી તક છે જે આજે સાંજે મળવાની છે. સિંધુ અને હી બિંગ જિયાઓ વચ્ચેની મેચ આજે ભારતીય સમય મુજબ સાંજે પાંચ વાગ્યે રમાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ અનેક ચેનલો પરથી કરાનાર છે. જેમ કે, સોની લાઈવ, જિયો ટીવી, સોની ટેન-2, સોની ટેન-2 એચડી, સોની ટેન-3, સોની ટેન-3 એચડી, સોની ટેન-4 એચડી, સોની સિક્સ, સોની સિક્સ એચડી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]