T20i ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડઃ સાત બેટ્સમેનો 0 પર આઉટ

નવી દિલ્હીઃ T20i ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. ઇન્ડોનેશિયન 17 વર્ષીય કિશોરીએ આ રેકોર્ડ બનાવ્યો છે. તેણે T20 ઇન્ટરનેશનલમાં વગર કોઈ રન આપ્યે સાત વિકેટ લીધી છે (3.2-3-0-7), જે વર્લ્ડ રેકોર્ડ છે. આટલું જ નહીં, T20i 20 ફોર્મેટમાં આ સર્વશ્રેષ્ઠ બોલિંગ છે.

ઇન્ડોનેશિયાની રોહમાલિયા રોહમાલિયા ડેબ્યુ મેચમાં આ સફળતા હાંસલ કરી છે. તેણે શૂન્ય રને સાત વિકેટ હાંસલ કરી છે, જે બધી T20 ઇન્ટરનેશનલ (પુરુષ અને મહિલા)માં સર્વશ્રેષ્ઠ બોલિંગનો ડેટા છે, આવું આ જ સુધી કોઈ નથી કરી શક્યું.બાલીમાં મંગોલિયાની વિરુદ્ધ દ્વિપક્ષી સિરીઝની પાંચમી T20 ઇન્ટરનેશનલમાં સ્પિનર રોહમાલિયાએ 20 બોલ ફેંક્યા હતા. આ બધા ડોટ બોલ રહ્યા હતા. એ દરમ્યાન તેણે સાર બેટ્સમેનને શૂન્ય રને આઉટ કર્યા હતા.

આર્જેન્ટિના એલિસન સ્ટોક્સે (ત્રણ રન પર સાત વિકેટ) અને નેધરલેન્ડની ફ્રેડરિક ઓવરડિઝ્ક (ત્રણ રન પર સાત વિકેટ) પછી રોહમાલિયા મહિલા T20માં સાત વિકેટ લેનારી ત્રીજી બોલર છે. બુધવારે રમાયેલી સિરીઝની પાંચમી T20 મેચમાં ઇન્ડોનેશિયાએ 151 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ઇન્ડોનેશિયાના બોલરોએ મંગોલિયાને 24 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ઇન્ડોનેશિયાએ 24 એપ્રિલે છઠ્ઠી મેચ રમી હતી. આ પ્રકારે સિરીઝ ઇન્ડોનેશિયાએ 6-0થી જીતી લીધી હતી.