અમદાવાદીઓ મતદાન કરવામાં નિરુત્સાહ?

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે 7 મે મંગળવારે યોજાશે. 28 વર્ષ પછી ગુજરાતમાં મે મહિનામાં લોકસભા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે વાત કરીએ અમદાવાદની તો ગુજરાતના હાર્દસમા આ મેટ્રો શહેર મતદાન કરવામાં નીરસ રહ્યું છે. ગત લોકસભા ચૂંટણી પર નજર નાંખીએ તો 2029માં અમદાવાદ ઈસ્ટમાં 67.76 ટકા મતદાન થયું હતુ. જ્યારે અમદાવાદ વેસ્ટમાં 60.81 ટકા જ મતદાન નોંધાયું હતુ.

અમદાવાદીઓ મતદાનમાં પાછળ

અમદાવાદ વેસ્ટમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, અમરાઈવાડી જ્યારે અમદાવાદ ઈસ્ટમાંથી નરોડા, બાપુનગર જેવી વિધાનસભા બેઠકોમાં મતદાનનું પ્રમાણ 60 ટકાથી પણ ઓથું હતું. અમદાવાદ ઈસ્ટમાં સૌથી વધુ મતદાન ગાંધીનગર દક્ષિણમાં 64.55 ટકા મતદાન થયું હતું.

અમદાવાદ વેસ્ટ

વિધાનસભા બેઠક પુરુષ ટકાવારી મહિલા ટકાવારી અન્ય સરેરાશ
એલિસબ્રિજ 65.17 59.42 0.00 62.31
દરિયાપુર 61.64 55.48 0.00 58.77
જમાલપુર-ખાડીયા 63.17 53.50 0.00 58.47
મણિનગર 62.82 50.71 100.00 56.89
દાણીલિમડા 66.19 60.21 25.00 63.32
અસારવા 64.97 56.68 25.00 61.00
અમરાઈવાડી 63.87 57.80 100.00 60.97
સરેરાશ 63.99 56.57 24.00 60.37

જ્યારે અમદાવાદ વેસ્ટમાંથી મણિનગરમાં 63.32 ટકા સાથે સૌથી વધુ મતદાન નોંધાયું હતું. અમદાવાદના મતદારો છેલ્લી ત્રણેય લોકસભામાં મતદાન કરવામાં રસહીન રહ્યાં છે. 2009માં અમદાવાદ ઈસ્ટમાં 42.5 ટકા, વેસ્ટમાંથી 48.22 ટકા મતદાન થયું હતુ. એવી જ રીતે 2014માં અમદાવાદ ઈસ્ટમાંથી 61.59 ટકા જયારે વેસ્ટમાંથી 62.93 ટકા મતદાન થયું હતું. 2019માં અમદાવાદ ઈસ્ટમાંથી 61.76 અને વેસ્ટમાંથી 60.81 ટકા મતદાન નોંધાયું હતું. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદીઓ મતદાન કરવામાં ઘણા નીરસ રહ્યાં છે.

અમદાવાદ ઈસ્ટ

વિધાનસભા બેઠક પુરુષ ટકાવારી મહિલા ટકાવારી અન્ય સરેરાશ
દહેગામ 66.72 54.25 8.33 60.60
ગાંધીનગર દક્ષિણ 68.45 60.40 33.33 64.55
વટવા 64.64 58.62 33.33 61.82
નિકોલ 61.35 54.87 11.54 58.30
ઠક્કરબાપા નગર 65.07 57.35 66.67 61.92
બાપુનગર 62.26 55.20 16.67 58.92
સરેરાશ 64.95 57.22 17.91 61.29

આ બેઠકો પર સૌથી વધુ મતદાન

બેઠક ટકાવારી
વલસાડ(એસટી) 75.48
છોટાઉદેપુર(એસટી) 73.90
બારડોલી (એસટી) 73.89
ભરૂચ 73.55
વડોદરા 68.18
સાબરકાંઠા 67.77
દાહોદ(એસટી) 66.57
નવસારી 66.40
ગાંધીનગર 66.08
મહેસાણા 65.78