વિમાન મુસાફરી થશે સસ્તી, DGCA નવા નિયમો કર્યા જાહેર

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે, જેમાં મુસાફરો માટે વિમાનના ભાડાને સસ્તા બનાવવાની યોજનાઓ ચાલી રહી છે. DGCAના પ્રમાણે એરલાઈન્સ દ્વારા જાહેર કરાયેલા ભાડામાં કેટલીક સુવિધા માટે પણ ચાર્જ લેવામાં આવે છે. જે સુવિધા બિનજરૂરી હોય છે. અલગ-અલગ જગ્યાએથી મળેલા ફીડબેકના આધારે DGCAને જાણવા મળ્યું છે કે ઘણી વખત મુસાફરોને મુસાફરી દરમિયાન એરલાઈન્સ દ્વારા આપવામાં આવતી આ સેવાઓની જરૂર હોતી નથી.

DGCAનું સર્ક્યુલર

DGCA એ સર્ક્યુલરમાં કહ્યું છે કે સર્વિસીસ અને તેમના ચાર્જને અલગ કરીને મૂળભૂત ભાડું વધુ સસ્તું થઈ શકે છે. સાથે જ ગ્રાહકોને મનપસંદ સેવાઓ મેળવવા માટે અલગથી ચૂકવણીનો ઓપશન આપનવો જોઈએ. વિભિન્ન સર્વિસીસ ‘ઓપ્ટ-ઇન’ ધોરણે પ્રદાન કરવી જોઈએ અને ‘ઓપ્ટ-આઉટ’ આધારે નહીં.

કઈ સર્વિસનો ખર્ચ થશે ભાડામાંથી બાકાત

  • પેસેન્જર માટે સીટ સિલેક્શન ચાર્જ
  • ભોજન/નાસ્તો/પીણાના શુલ્ક
  • એરલાઇન લાઉન્જનો ઉપયોગ કરવા માટેની ફી
  • ચેક-ઇન બેગેજ ચાર્જીસ
  • રમતગમતના સાધનોના શુલ્ક
  • સંગીતના સાધનોના શુલ્ક
  • મૂલ્યવાન સામાન માટે સ્પેશિયલ ડિક્લેરેશન ફી

અનુસૂચિત એરલાઇન્સને એરલાઇન બેગેજ પોલિસીના ભાગરૂપે ફ્રી બેગેજ એલાઉન્સ સાથે ‘ઝીરો બેગેજ/નો-ચેક-ઇન બેગેજ ભાડાં’ ઓફર કરવાની પરવાનગી આપવામાં આવશે. આ સાથે DGCA એ કહ્યું છે કે જો તમે એરલાઈન કાઉન્ટર પર ચેક-ઈન માટે સામાન લઈને આવો છો, તો તમને લાગુ પડતા શુલ્ક વિશે માહિતી આપવામાં આવશે. સાથે તેને ટિકિટ પર પ્રિન્ટ કરીને પણ આપવામાં આવશે.