વેસ્ટ ઇન્ડિઝમાં યોજાનારા T20 વિશ્વ કપમાં આતંકવાદી હુમલાની આશંકા?

નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં T20 વિશ્વ કપ 2024 શરૂ થવાના આશરે એક મહિના પહેલાં કેરેબિયન દ્વીપથી માઠા સમાચાર આવ્યા છે. T20 વિશ્વ કપને વેસ્ટ ઇન્ડિઝમાં ટેરર થ્રેટ –આતંકવાદી હુમલાની ધમકી મળી છે. વૈશ્વિક આયોજન પર સુરક્ષાનું જોખમ પાકિસ્તાનની ઉત્તરથી આવ્યું છે. જેને કારણે ક્રિકેટની વૈશ્વિક સંસ્થા એટલે ICCને નિવેદન જારી કરવું પડ્યું છે, એમ અહેવાલ કહે છે.

ત્રિનિદાદના વડા પ્રધાન કીથ રોલેએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ જોખમને નિપટવા માટે યજમાન દેશ સુરક્ષા ઉપાયોને લઈને વધારાના પ્રયાસ કરશે. આગામી મહિને થનારા T20 વિશ્વ કપમાં ભારત સહિત 20 ટીમો ભાગ લેશે. વેસ્ટ ઇન્ડિઝમાં પ્રારંભિક મેચો સિવાય આઠ તબક્કા, સેમી ફાઇનલ અને ફાઇનલ રમાશે. તેમણે કહ્યું હતું. ત્રિનિદાદ ડેલી એક્સપ્રેસે કહ્યું હતું કે એ દુર્ભાગ્યની વાત છે કે 21મી સદીમાં પણ વિશ્વમાં આતંકવાદનું જોખમ અલગ-અલગ સ્વરૂપે બનેલું છે.

T20 વિશ્વ કપ 2024માં આતકવાદી જોખમના મુદ્દા પર ICCનું કહેવું છે કે અમે યજમાન દેશો અને શહેરોમાં અધિકારીઓની સાથે મળીને કામ કરીએ છીએ. અમે અમારા આયોજનને હવે વધુ ચોકસાઈ અને મૂલ્યાંકન દ્વારા સતત નિગરાની સાથે કરીશું અને એ માટેની યૌજના તૈયાર કરીશું.

ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના CEO જોની ગ્રેવ્સે કહ્યું હતું કે અમે બધા સ્ટેકહોલ્ડરોને વિશ્વાસ અપાવીએ છીએ કે ICC પુરુષ T20 વિશ્વ કપમાં બધાની સુરક્ષા અમારી નંબર એકની પ્રાથમિકતા છે અને અમારી પાસે એક વ્યાપક અને મજબૂત સુરક્ષા યોજના છે. વડા પ્રધાને પણ જણાવ્યું હતું કે વિશ્વ કપમાં જોખમથી નીપટવા માટે સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે.

ઇસ્લામતરફી સ્ટેટ (IS) મિડિયા સૂત્રોએ કહ્યું હતું કે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની વિરુદ્ધ હિંસા ભડકાવવાની ઝુંબેશ શરૂ કરી છે અને એમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાનની શાખા, ISખોરાસન (IS-K)નો વિડિયો સામેલ છે.