નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં તેમની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક યોજાશે.
રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોગૂ અને વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ પણ પુતિન સાથે ભારત આવવાના છે. તેઓ એમના સમોવડિયા અનુક્રમે રાજનાથ સિંહ અને એસ. જયશંકર સાથે બેઠક કરશે. પુતિનની આ મુલાકાતથી ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધારે મજબૂત બનશે એવી ધારણા છે.
