રેલવેની રિઝર્વેશન સેવા એક-સપ્તાહ સુધી છ-કલાક બંધ રહેશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવેની રેલવે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સામાન્ય કરવાના ભાગરૂપે અને કોરોના રોગચાળા પહેલાંના સમય પર તબક્કાવાર કરવા માટે આગામી સાત દિવસ સુધી રાત્રે છ કલાક સુધી રિઝર્વેશન માટે બંધ રહેશે. રેલવે આ પગલું સિસ્ટમ ડેટાના અપગ્રેડ કરવા, નવી ટ્રેનોની સંખ્યા વધારવા અને અન્ય કામકાજ કરવા માટે ભર્યું છે, એમ રેલવે મંત્રાલયે કહ્યું હતું.

રેલવેની બધી મેલ, એક્સપ્રેસ ટ્રેનોને મોટે પાયે પૂર્વવત્ (જૂની ટ્રેન સંખ્યા) અને હાલના યાત્રી બુકિંગ ડેટાના અપડેટ માટે એને સાવચેતીરૂપે તબક્કાવાર કરવાની યોજના બનાવવામાં આવી છે, એમ રેલવેએ કહ્યું હતું. આ કામકાજને લીધે ટિકટિંગ સેવાઓ પર ઓછી અસર પડે એટલા માટે આ કામકાજ રાત્રિના કલાકો દરમ્યાન કરવામાં આવશે.

રેલવેનું આ કામકાજ 14-15 નવેમ્બરે રાત્રે શરૂ થશે અને 20-21 નવેમ્બર સુધી ચાલશે, આ કામકાજ રાત્રે 11.30 કલાકે શરૂ થશે અને સવારે 5.30 કલાકે પૂરું થશે, એમ રેલવેએ કહ્યું હતું. આ છ કલાકના સમયગાળામાં રેલવેની ટિકિટ આરક્ષણ, વર્તમાન બુકિંગ, કેન્સલેશન અને ઇન્ક્વાયરી જેવી કોઈ યાત્રી આરક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય, એમ રેલવેએ કહ્યું હતું.

રેલવે મંત્રાલયે કહ્યું હતું કે PRS સેવાઓ છોડીને 139 સેવાઓ સહિત અન્ય બધી પછપરછ સેવાઓ નિર્વિરોધ રૂપે જારી રહેશે. મંત્રાલયે રેલવે યાત્રીઓને બધી યાત્રી સેવાઓને સામાન્ય કરવા અને આધુનિક કરવાના પ્રયાસમાં રેલવેને સહકાર કરવાની વિનંતી કરી છે. રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે વિશેષ ટેગ બંધ કરવા અને તત્કાળ અસરથી રોગચાળા પૂર્વના ટિકિટ દર લાગુ કરવાનો આદેશ જારી કર્યો હતો.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]