શહીદ થયેલા સુમનના પિતાનું 14-વર્ષ પહેલાં હુમલામાં મોત

ગુવાહાટીઃ મણિપુરના ચુડાચાંદપુર જિલ્લામાં શનિવારે સેનાના જવાનો પર થયેલા આતંકવાદી હુમલામાં આસામ રાઇફલ્સના એક કમાન્ડિંગ અધિકારી, તેમનાં પત્ની, પુત્ર સહિત અન્ય સાત લોકોનાં મોત થયાં હતાં. આ હુમલામાં આસામ રાઇફલ્સના જવાન સમન સ્વર્ગિયારી પણ શહીદ થયા છે. સુમન સ્વર્ગિયારીના પિતા પણ 14 વર્ષ પહેલાં આવી જ રીતે આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા.

શહીદ સુમન સવર્ગિયારીના પિતા આસામના તત્કાલીન અશાંત બોડો ગઢમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ કરી રહ્યા હતા, પણ એ વર્ષ 2007માં તેઓ ઉગ્રવાદીઓની ગોળીઓના શિકાર બન્યા હતા. આશરે 14 વર્ષ પહેલાં આસામ રાઇફલ્સના જવાન સુમન સ્વાર્ગિયારીએ મણિપુરમાં શનિવારે આતંકવાદી હુમલામાં જીવ ગુમાવ્યો હતો. સુમનના પિતાને જ્યારે આતંકવાદીઓએ ઠાર કર્યા હતા, ત્યારે તેઓ બહુ દુખી હતા. તેમને ગુસ્સો પણ બહુ આવ્યો હતો. જેથી તેમણે સેનામાં સામેલ થયા પછી સુમન આતંકવાદીઓનો ખાતમો કરવાના શપથ લીધા હતા.

સુમન પુત્રનો જન્મદિન ઊજવવા ડિસેમ્બરમાં પૈતૃક ઘરે બક્સા જવાના હતા. તેમણે રજા માટે અરજી કરી હતી. સુમનનો પરિવાર પુત્રનો જન્મદિવસ ધામધૂમથી ઊજવવાના હતા, પણ બધું પૂરું થઈ ગયું.

રવિવારે સુમનનું શબ પૈતૃક ઘરે પહોચ્યું, ત્યારે તેમના પરિવારજનો બેહોશ થઈ ગયા હતા. માતાના ખોળામાં બેઠેલા ત્રણ વર્ષનો માસૂમ લોલીપોપ ખાઈ રહ્યો હતો, ત્યારે માતા આક્રંદ કરી રહી હતી.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]