મુંબઈઃ દુબઈસહિત સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માંથી મુંબઈ આવનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ કોરોનાવાઈરસને લગતી નવી વિશેષ પ્રવાસ-માર્ગદર્શિકા જાહેર કરી છે.
આ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) અનુસાર, યૂએઈમાંથી આવતા પ્રવાસીઓ માટે સાત-દિવસનું હોમ ક્વોરન્ટિન અને આગમન વખતે જ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવવાનો નિયમ લાગુ નહીં રહે. નવો નિર્ણય 17 જાન્યુઆરીની મધરાતથી અમલમાં મૂકવામાં આવ્યો છે. મુંબઈમાં ગઈ કાલે કોરોના ચેપી બીમારીના નવા 10,661 કેસ નોંધાયા હતા. વધુ 11 જણે આ બીમારીને કારણે દમ તોડ્યો હતો. શહેરમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા છે 73,518.