મુંબઈમાં પ્રસંગોપાત્ત વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ સપ્તાહમાં શહેરમાં બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જાણીતા સંતુરવાદક સ્નેહલ મુઝુમદાર છેલ્લા 32 વર્ષથી “ઉડત અબીલ ગુલાલ” કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમ મુંબઈ ઉપરાંત કોલકતા. શાંતિનિકેતન, વડોદરા, અમદાવાદ, ખાટુ શ્યામ સહિતના શહેરોમાં યોજાઈ ચૂક્યો છે.
ઉદયન, ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશન અને ભવન્સ કલ્ચરલ સેન્ટરના ઉપક્રમે આ સપ્તાહે બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 20મી ફેબ્રુઆરીએ આયોજીત કાર્યક્રમમાં સંતુર, સરસ્વતી વીણા, શરણાઈ અને વાયોલિનની ચતુર્બંદીમાં ડૉ. મૈથિલી , સ્નેહલ મુઝુમદાર, નારાયણ મણિ, કિરણ શિંદે અને સતીષ શેષાદ્રિ ભાગ લેશે. ત્યાર બાદ નિધિ પ્રભુ અને પ્રાચી જરીવાળા કથક અને ઓડિસી નૃત્ય જુગલબંદી રજુ કરશે.
બીજા કાર્યક્રમની વાત કરીએ તો એ આગામી 28 ફેબ્રુઆરી, શનિવારે સાંજે ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી ખાતે યોજાશે. જેમાં ઉપરોક્ત કલાકારો દ્વારા સંતુર, સરસ્વતી વીણા, શરણાઈ અને વાયોલિનની ચતુર્બંદી પછી આયેશા મુખર્જી, શૈલેષ શ્રીવાસ્તવ, શ્રદ્ધા શ્રીધરાણી અને નુપૂર જોષી હોરી, રસિયા અને વસંતગીતો રજુ કરશે.
કાર્યક્રમમાં તાલ સંગત કાલીનાથ મિશ્રા, સતીષ કૃષ્ણમૂર્તિ, તૃપ્તરાજ પંડ્યા, એલ નાથ, અરુણ શિંદે અને શેખરની ખાસ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમનું સમગ્ર સંચાલન મિહિર શેઠ અને શૈલી મુઝુમદાર કરશે. આ કાર્યક્રમ નિ:શુલ્ક છે.




