મુંબઈઃ દેશના આ આર્થિક પાટનગર શહેરમાં છેલ્લા અમુક દિવસોથી આ મોસમનો જોરદાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદની હજી ખાધ છે, પરંતુ આજે વહેલી સવારથી સતત ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે શહેર તથા ઉપનગરો તેમજ આસપાસના વિસ્તારોમાં આજે આખો દિવસ ભારે વરસાદ ચાલુ રહી શકે છે.
હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે મુંબઈ, પાલઘર, થાણે, રત્નાગિરી અને રાયગડ જિલ્લાઓમાં 22 જુલાઈ સુધી ભારે વરસાદ માટે એલર્ટ ઘોષિત છે. બુધવાર અને શુક્રવાર વચ્ચે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ છે. આ સમય દરમિયાન અતિ ભારે વરસાદ વરસાદ પડી શકે છે. મંગળવાર સાંજ સુધીમાં મુંબઈમાં કુલ વરસાદ 1,943.7 મિ.મી. નોંધાયો હતો. આ જુલાઈ મહિનામાં જ 982.4 મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. જુલાઈ મહિના માટે વરસાદની સરેરાશ છે 827.2 મિ.મી. આમ, આ વખતે સરેરાશ કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે.