કેનેડામાં હવે નોકરી કરવી થશે મુશ્કેલ, જાણો…

નવી દિલ્હીઃ જો તમે કેનેડામાં નોકરીનું સપનું જોઈ રહ્યા હો તો તમારા માટે માઠા સમાચાર છે, કેમ કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ચૂંટણી પહેલાં કેનેડામાં હંગામી નોકરીઓ કરતા વિદેશીઓની સંખ્યા ઘટાડવાની ઘોષણા કરી છે. જેની અસર લાખો ભારતીયો પર પડશે. દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જાય છે.. કેનેડામાં વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીય શીખઓ અને વિદ્યાર્થીઓની છે, જેઓ ત્યાં રહીને હંગામી નોકરી કરીને ખર્ચ કાઢવાનું ભારતીયો કામ કરે છે.

PM ટુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી લખ્યું હતું કે રોજગારમાં બદલાવ આવી રહ્યો છે. કેનેડામાં ઓછા પગારમાં નોકરી કરતા હંગામી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઓછી કરવામાં આવશે. વધુમાં તેમણે લખ્યું છે કે હવે સમય આવી ગયો છે કે કેનેડાના વ્યવસાય સ્થાનિક શ્રમિકો અને યુવાઓ ચલાવે.

કેનેડામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેને લીધે બેરોજગારી પણ વધી રહી છે. દેશના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે તાજેતરમાં આ મામલે ઇશારો કરતાં કહ્યું હતું કે પ્રવાસન નિયમો કેનેડાના લોકોને આધારે હોવા જોઇએ, કારણ કે નોકરીઓ સતત ઘટી રહી છે. આ મામલે યોગ્ય પગલાં લેવાં જરૂરી છે.

હવે નવા નિયમો અનુસાર ઓછા વેતનવાળી નોકરી માટેની પરમિટ બે વર્ષથી ઘટાડીને માત્ર એક વર્ષ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, સ્વાસ્થ્ય સારસંભાળ અને નિર્માણ ક્ષેત્રે છૂટ આપવામાં આવશે. જે સ્થળોએ બેરોજગારી દર છ ટકા કે એનાથી વધુ છે ત્યાં ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને કામ આપવામાં નહીં આવે. અસ્થાયી વિદેશી શ્રમિકો રાખવાની હિસ્સેદારી 20 ટકાથી ઘટાડી 10 ટકા કરી દેવામાં આવશે.