અમદાવાદઃ માર્કેટ તેજી સીમિત થઈ રહી છે. બજાર હાલ રેન્જ હાઉન્ડ થઈ રહ્યું છે. બજારમાં બજેટ પછી મોટી વધઘટ સંભવ છે. સામાન્ય ચૂંટણી માથે હોવાને કારણે કોઈ નકારાત્મક કારણની અપેક્ષા નથી, પણ બજેટ પછી બજાર ટૂંક સમય માટે એકતરફી ચાલ બતાવે એવી શક્યતા છે. બજેટમાં રિન્યુએબલમાં કેપેક્સ વધવાને કારમે બેન્કોને લાભ થશે. હજી USમાં ફેડરલ વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો હજી સંભવ છે. બજાર એકતરફી ચાલ તરફ વધી રહ્યું છે અને એ તેજીતરફી વધુ રહેવાની સંભાવના છે, એમ અનુ જૈને કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે HDFC અને HDFC બેન્કને બ્રેકઆઉટ આપ્યું છે. એનાથી બેન્કિંગ શેરો ફરી તેજીતરફી થવાની શક્યતા છે. જેથી બેન્ક નિફ્ટી 45,000 તરફ જઈ રહ્યો છે. HDFC બેન્કમાં 1900 સ્તર જોવા મળવાની શક્યતા છે. જોકે બજાજ ફાઇનાન્સે સારું પર્ફોર્મ નથી કર્યું, પણ બેન્કિંગ પર વ્યૂહ બુલિશ છે.
મધ્યમ ગાળા માટે જોઈએ તો અમેરિકી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો સ્થિર છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે. ભારતીય અર્થતંત્ર તેજીથી આગળ વધશે. જેથી બજારમાં ઓરઓલ તેજી જોવા મળશે. મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રા, પાવર અને સરકારી બેન્કમાં મૂડીરોકાણ લાભકારક સાબિત થાય એમ છે. તેમનું કહેવું છે કે સરકારી બેન્ક અને ઇન્ફ્રા શેરોમાં તેજી જોવા મળશે. બેન્કિંગ શેરોના વેલ્યુએશન આકર્ષક છે.જોકે PSU બેન્ક આઉટપર્ફોર્મ કરશે અને વેલ્યુએશન સસ્તું છે.