આઇસી15 ઇન્ડેક્સ નામમાત્ર 5 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સ મંગળવારે નામમાત્ર 5 પોઇન્ટ વધ્યો હતો. એના મુખ્ય વધેલા કોઇન પોલકાડોટ, બિનાન્સ, અવાલાંશ અને લાઇટકોઇન હતા. યુનિસ્વોપ, ઈથેરિયમ, ડોઝકોઇન અને શિબા ઇનુમાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 1.05 ટ્રિલ્યન થયું હતું. બિટકોઇન 23,000 ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.

દરમિયાન, સેન્ટ્રલ બેન્ક ઓફ સિંગાપોરના ચેરમેને ક્રીપ્ટોકરન્સી અને પરંપરાગત ફાઇનાન્સ માટે એકસમાન નિયમનકારી વ્યવસ્થા રાખવાની હિમાયત કરી છે. એમનું કહેવું છે કે નિયમનકારે અનિયંત્રિત બજારો વિશે પૂરેપૂરી સ્પષ્ટતા કરી દેવી જોઈએ. બીજી બાજુ, જાપાનની ફાઇનાન્શિયલ સર્વિસીસ એજન્સી રોકાણકારોને અમુક સ્ટેબલકોઇન વાપરવા દેવા માટે નવો નિયમ ઘડવાનું વિચારી રહી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.01 ટકા (5 પોઇન્ટ) વધીને 32,894 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,889 ખૂલીને 33,230ની ઉપલી અને 32,176 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.