રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ અને પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ફાઈનલ મેચ રમાવાની છે. ભારતીય ટીમનો તેમાં વિજય થાય એ માટે ભારતભરમાં ક્રિકેટપ્રેમીઓ અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક ઠેકાણે લોકોએ ભારત વિજેતા બને એ માટે હવન કર્યા છે. આ પ્રસંગમાંથી આર્થિક લાભ ઉઠાવવા માટે ઘણા લોકોએ યુક્તિ અજમાવી છે. ઉપરની તસવીર મુંબઈમાં હવન કરતા લોકોની છે.
બેંગલુરુમાં પૂજા-આરતી કરતા લોકો
કોલકાતામાં ભારતીય ટીમની જીત માટે હવન
મુંબઈની એક રેસ્ટોરન્ટને તિરંગા, ક્રિકેટરોના પોસ્ટરોથી શણગારતો કર્મચારી
અમૃતસરમાં ભારતીય ક્રિકેટરોના ચિત્રોથી સુશોભિત પતંગોનું પ્રદર્શન-કમ-વેચાણ
અમૃતસરમાં ભારતીય ક્રિકેટરોના ચિત્રોથી સુશોભિત પતંગોનું પ્રદર્શન-કમ-વેચાણ
કોલકાતામાં ભારતીય ક્રિકેટરોના નામ-નંબરવાળા જર્સી વેચતા દુકાનદાર