ભારતના નવા, 15મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવેલાં ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ અને શાસક ભાજપ-એનડીએ જૂથનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈ, સોમવારે સંસદભવનના સેન્ટ્રલ હોલમાં આયોજિત સમારોહમાં શપથ ગ્રહણ કર્યાં હતાં. દેશના વડા ન્યાયમૂર્તિ એન.વી. રમનાએ એમને શપથ લેવડાવ્યાં હતાં. એ પ્રસંગે વિદાય લેનાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, સંસદસભ્યો તથા અન્ય આમંત્રિત નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રજિસ્ટરમાં હસ્તાક્ષર કરતાં નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ
વિપક્ષી નેતા સોનિયા ગાંધી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી
કેન્દ્રીય પ્રધાનો
ભાજપ સંસદસભ્ય-અભિનેત્રી હેમા માલિની
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ