‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે હવાઈ દળના જવાનોની સાઈકલયાત્રા

ભારતની આઝાદીના 75 વર્ષની સમાપ્તિના અવસરે અને આ અવસરની ઉજવણીના ભાગરૂપે ભારતીય હવાઈ દળે કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના લેહ જિલ્લાના ખારડુંગલા (અથવા ખારડુંગલા પાસ – પહાડનો ઘાટ)થી નવી દિલ્હીસ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સુધી જવાનોની એક સાઈકલયાત્રાને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી છે.