Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લોસ એન્જેલીસ – અમેરિકાની 23 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ્સ જીતનાર મહિલા ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ ગર્ભવતી છે અને આ જ વર્ષમાં મા બનવાની છે એ સમાચારને તેનાં પ્રવક્તાએ આજે સમર્થન આપ્યું છે.

ખુદ સેરેનાએ જ અમુક કલાકો અગાઉ એક સ્નેપચેટ પોસ્ટમાં સમાચારમાં એવો સંકેત આપ્યો હતો કે પોતે ગર્ભવતી છે અને એનાં પેટમાં 20 અઠવાડિયાનો ગર્ભ છે. સેરેનાએ તે પોસ્ટમાં પોતાની એક તસવીર પણ મૂકી છે. એમાં તે પીળા રંગનાં સ્વીમસૂટમાં છે અને એક અરીસા સામે ઊભી છે. એણે તસવીર નીચે કેપ્શનમાં લખ્યું છેઃ ’20 અઠવાડિયા.’

35 વર્ષીય સેરેનાની તે સ્નેપચેટ પોસ્ટને અમેરિકાના મિડિયાએ તરત જ પ્રકાશિત કરી હતી.

જોકે સ્નેપચેસ્ટની તે પોસ્ટને તરત જ કાઢી નાખવામાં આવી હતી પરિણામે એના અર્થનું રહસ્ય ફરી વળ્યું છે.

સેરેનાની લોસ એન્જેલીસ સ્થિત પ્રચારક કેલી બુશ નોવાકે જોકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, મને એ સમર્થન આપતા આનંદ થાય છે કે સેરેના ગર્ભવતી છે અને આ જ વર્ષમાં મા બનવાની છે.

બુશ નોવાકે વધુમાં જણાવ્યું છે કે સેરેના આ વર્ષમાં ફરી ટેનિસ નહીં રમે. હવે 2018માં ટેનિસ કોર્ટ પર પાછી ફરવાની એની ધારણા છે.

સેરેના વિલિયમ્સ છ વખત યૂએસ ઓપન વિજેતાપદ જીતી ચૂકી છે. યૂએસ ઓપન ગ્રાન્ડસ્લેમની આયોજક સંસ્થા યૂએસ ટેનિસ એસોસિએશને ટ્વીટ કરીને સેરેનાને અભિનંદન આપ્યા હતા, પરંતુ મહિલાઓનાં ટેનિસ એસોસિએશને અભિનંદનવાળું ટ્વીટ ડીલીટ કર્યું હતું, પણ બાદમાં આ આ ટ્વીટ કર્યું હતું: ‘આ સત્તાવાર છે. @SerenaWilliams અને @AlexisOhanian આ જ વર્ષમાં એમનાં પ્રથમ બાળકનાં માતા-પિતા બનવાનાં છે.’

સેરેનાએ ગયા વર્ષના ડિસેંબરમાં જાહેરાત કરી હતી કે તેણે અને રેડિટ સહ-સ્થાપક એલેક્સીસ ઓહેનીઅને સગાઈ કરી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS