Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ- ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ચહીતા રવિ શાસ્ત્રીએ હેડ કોચનો કાર્યભાર સંભાળી લીધો છે. જૂન મહિનામાં અનિલ કુંબલેએ રાજીનામું આપ્યા બાદથી શાસ્ત્રીને કોચ માટે ફેવરિટ માનવામાં આવતા હતા. હવે કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રી અને ખુદ વિરાટ કોહલી માટે કેટલીક મોટી ચેલેન્જ છે. ચેલેન્જ એટલા માટે પણ છે કારણ કે બન્ને સારા પરિણામ માટે એક બીજા સાથે કામ કરવા માગતા હતા. એવામાં શાસ્ત્રીએ સૌથી પહેલા 2019ની વર્લ્ડકપની ટીમ વિશે વિચારવુ પડશે.

રવિ શાસ્ત્રીને 2019ના વન ડે વર્લ્ડકપ સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. એવામાં તેની સામે સૌથી મોટો પડકાર આ ટૂર્નામેન્ટ માટે ટીમ તૈયાર કરવાનો હશે. જેની તૈયારી તેને અત્યારથી જ શરુ કરવી પડશે. ટીમ એવી હોય જેમાં અનુભવની સાથે યુવા જોશ પણ હોય. એવામાં તેની ઉપર સૌથી વધુ પ્રેશર ટીમના બે સીનિયર ખેલાડી મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજ સિંહની પસંદગી કરવી અથવા નહીં તેને લઈને રહેશે.

શાસ્ત્રીના કોચ બનવાથી ધોની માટે મુશ્કેલી વધી શકે છે. કારણકે ધોની અને શાસ્ત્રી વચ્ચે સંબંધ પહેલાથી કડવાહટ ભરેલા છે. મીડિયા રિપોર્ટ્સમાં પણ એ વાત સામે હતી કે ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે ટીમ કોહલી અને ધોની એમ બે ભાગમાં વેચાઇ ગઈ હતી. કેટલાક ખેલાડી ધોનીના સપોર્ટમાં હતા જ્યારે કેટલાક વિરાટને કેપ્ટન બનાવવાની તરફેણ કરતા હતા. ધોનીએ પણ આ આંતરિક ડખ્ખાથી કંટાળી જઈને ટીમનું કેપ્ટન પદ છોડ્યું હોવાનું માનવામાં આવે છે.

હવે જ્યારે ટીમ કોચ અને કેપ્ટનના હિસાબથી ચાલશે તો ધોનીએ પોતાની જગ્યા ટીમમાં બનાવી રાખવા માટે સારુ પ્રદર્શન કરવુ પડશે. સતત ખરાબ પ્રદર્શનને કારણે તે પહેલાથી જ નિશાના પર છે. ધોની વેસ્ટઈન્ડીઝ સીરિઝમાં 5 મેચમાં 32ની એવરેજથી માત્ર 161 રન જ બનાવી શક્યો હતો. આ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની 5 મેચમાં પણ ધોની માત્ર 67 રન બનાવી શક્યો હતો. જેમાં ધોનીને ફક્ત 2 મેચમાં જ બેટિંગની તક મળી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS