Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વડોદરા – ભારતની ટીમમાંથી હાલ બહાર થઈ ગયેલા વડોદરાવાસી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ સોશિયલ મીડિયા પર ફરી ઝાટકણી કાઢવામાં આવી છે. અમુક અઠવાડિયા પહેલાં ઈરફાને એની પત્ની સાથે પોતાની તસવીર ટ્વિટર પર મૂકતાં સોશિયલ મીડિયા પર એની ટીકા કરવામાં આવી હતી. આ વખતે એણે હાથ પર રાખડી બાંધતાં એની પર કેટલાક લોકો તૂટી પડ્યા છે.

પઠાણે એના સત્તાવાર ફેસબુક પેજ પર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં એણે પોતાના હાથ પર રાખડી બાંધી હતી. એણે તસવીરમાં પોતાના પ્રશંસકોને હેપ્પી રક્ષાબંધનની શુભેચ્છા પણ આપી હતી. પરંતુ, ધાર્મિક મુદ્દે એની ફરી ટીકા કરવામાં આવી છે.

આ વખતે ફરીથી પઠાણ ઈસ્લામિક રૂઢિચુસ્તોનો ટાર્ગેટ બન્યો છે. તેઓએ પઠાણને બિન-ઈસ્લામી કહ્યો છે અને હિન્દુ તહેવારની ઉજવણી કરવા બદલ એની ઝાટકણી કાઢી છે.

જોકે કેટલાક લોકોએ પઠાણની પ્રશંસા પણ કરી છે.

પઠાણે તેની ટીકા કરનારાઓને જવાબ આપતું એક નિવેદન બહાર પાડ્યું છે.

એણે એમાં લખ્યું છે કે, ધર્મના નામે ખરાબ ભાષાનો ઉપયોગ કરો છો, એકબીજા સાથે ઉધ્ધત વર્તન કરો છો. એકબીજાને ઉતારી પાડવાની આવી ફાલતુ વૃત્તિ બંધ કરો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS