Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ચેન્નાઈ – ભારતમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે આજે અહીં એકમાત્ર એકદિવસીય વોર્મ-અપ મેચમાં ભારતીય ક્રિકેટ બોર્ડ પ્રમુખ ઈલેવનને 103 રનથી પરાજય આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ 50 ઓવરમાં 7 વિકેટે 347 રન કર્યા હતા. માર્કસ સ્ટોઈનીસે 60 બોલમાં 76, ટ્રેવિસ હેડે 65, ડેવિડ વોર્નરે 64 અને કેપ્ટન સ્ટીવ સ્મીથે 55 રન કર્યા હતા.

બોર્ડ પ્રમુખ ઈલેવનના યુવા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે બોલિંગમાં પ્રભાવક દેખાવ કર્યો હતો. એણે આઠ ઓવરમાં 23 રનમાં બે વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયાના બોલરોએ બાદમાં બોર્ડ પ્રમુખ ઈલેવનને 48.2 ઓવરમાં 244 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાના ડાબોડી સ્પિનર એશ્ટન એગરે 44 રનમાં 4 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય ટીમ સામે પાંચ વન-ડે મેચો અને ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવાની છે. પહેલી વન-ડે મેચ 17 સપ્ટેંબરે રમાશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS