Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરે સિગ્નેચર સિરીઝના સ્માર્ટ્રોન srt.ફોનને નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં લોન્ચ કર્યો હતો. સ્માર્ટ્રોન કંપનીનો આ srt (સચીન રમેશ તેંડુલકર) સચીન તેંડુલકરની સિગ્નેચર સિરીઝનો પહેલો ફોન છે. આ ફોનની કિંમત રૂ. 12,999થી શરૂ થાય છે અને તે માત્ર ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર જ મળશે. આ ફોન બે વેરિએન્ટમાં મળશે. એક વેરિએન્ટ 32 જીબી સ્ટોરેજનો છે જે રૂ. 12,999માં મળશે અને 64 જીબી સ્ટોરેજવાળો ફોન રૂ. 13,999માં મળશે. સ્માર્ટ્રોન ભારતની માર્કેટમાં પ્રવેશેલી નવી કંપની છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS