Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદમાં 8 એપ્રિલ, શનિવારે મિશન XI મિલિયન ફૂટબોલ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે બોલીવૂડ એક્ટર ઋતિક રોશન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ પટેલ, ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ભાઈચૂંગ ભૂટિયા, ગુજરાતના ખેલકૂદ, યુવા-સાંસ્કૃતિક બાબતોના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટિવલ ફૂટબોલની વિશ્વસ્તરીય સંસ્થા ‘ફિફા’ની પ્રેરણા અંતર્ગત ભારત સરકાર તથા ભારતીય ફૂટબોલ સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ વર્ષના ઓક્ટોબરમાં ભારતમાં યોજાનાર ફિફા અન્ડર-17 વર્લ્ડ કપ સ્પર્ધા પૂર્વે ભારતભરમાં બાળકોમાં ફૂટબોલ પ્રતિ આકર્ષણ જગાડવા માટે આ પ્રોજેક્ટ/ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS