Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણની જે હોલીવૂડ ડેબ્યૂ ફિલ્મ છે તે ‘xXx: રીટર્ન ઓફ ઝાન્ડર કેજ’ના પ્રચાર માટે ફિલ્મનો હોલીવૂડ સ્ટાર વિન ડિઝલ આ મહિનામાં ભારત આવવાનો છે એવા સમાચારને દીપિકાએ સમર્થન આપ્યું છે.

આ ફિલ્મમાં દીપિકાએ સ્ત્રી શિકારીની મહત્વની ભૂમિકા અદા કરી છે.

દીપિકાએ હિન્દીમાં એક ટ્વીટ કરીને કહ્યું છે કે, વિન, ભારત તારી આતુરતાપૂર્વક રાહ જુએ છે. ટૂંક સમયમાં તને મળીશું, 123 અને 13 જાન્યુઆરીએ. અમારા સૌનો ખૂબ ખૂબ પ્યાર.

આ ફિલ્મ ‘xXx’ સિરીઝની નવી આવૃત્તિ છે. 2002માં ‘xXx’ આવ્યા બાદ 2005માં ‘xXx: સ્ટેટ ઓફ ધ યૂનિયન’ ફિલ્મ આવી હતી.

‘xXx: રીટર્ન ઓફ ઝાન્ડર કેજ’ ફિલ્મ ભારતમાં 14 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. દીપિકા અગાઉ કહી જ ચૂકી છે કે આ ફિલ્મ દુનિયામાં સૌથી પહેલા ભારતમાં રિલીઝ કરાશે.

દીપિકા હાલ આ ફિલ્મના પ્રચાર માટે વિશ્વપ્રવાસમાં છે. એનું પહેલું રોકાણ મેક્સિકો છે.

દીપિકાની નિકટનાં એક સૂત્રે જણાવ્યું છે કે વિન ડિઝલ દીપિકાની ભેગો જ ભારતમાં આવશે. વિનનો ભારતપ્રવાસ કાર્યક્રમ હજી નક્કી થયો નથી, પણ ભારતીય ચાહકો માટે એ આ ફિલ્મનો જોરદાર રીતે પ્રચાર કરશે એ નક્કી છે, કારણ કે આખા વિશ્વમાં પહેલા ભારતમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે.

આ ફિલ્મનું નિર્માણ વાયાકોમ 18 દ્વારા કરવામાં આવ્યું છે. એણે વિન ડિઝલના ભારતપ્રવાસ કાર્યક્રમની યાદી ડિઝલના પ્રચારકોની ટીમને વિનની મંજૂરી માટે મોકલી આપી છે.

દીપિકા તેના હોલીવૂડ સ્ટારના માનમાં મુંબઈમાં ભવ્ય પાર્ટીનું આયોજન કરવાની છે. એમાં હાજર રહેવાનું બોલીવૂડની અનેક ટોચની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવશે.

મુંબઈમાં વિન ડિઝલ કાં તો કોલાબાની ટોચની હોટેલમાં રહેશે અથવા મધ્ય મુંબઈની કોઈક પંચતારક હોટેલમાં. મધ્ય મુંબઈવાળી હોટેલ એને માટે અનુકૂળ રહેશે, કારણ કે એની ફિલ્મનો જ્યાં પ્રીમિયર શો યોજવાનો છે તે મલ્ટીપ્લેક્સ નજીકમાં જ પડશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS