Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- પાકિસ્તાનમાં ગુમ થયેલાં બંને ભારતીય મૌલવીઓ નવી દિલ્હી પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટે પરત ફર્યા બાદ મૌલવીઓ સીધા નિઝામુદ્દીન દરગાહે પહોંચ્યાં હતાં. ભારત પરત ફર્યા બાદ તેમણે પોતાના પરિવાર સાથે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની પણ મુલાકાત લીધી હતી. રવિવારે સુષમા સ્વરાજે માહિતી આપતા જણાવ્યું હતું કે હઝરત નિઝમુદ્દીન ઔલિયા દરગાહના મુખ્ય ખાદિમ આસિફ અલી નિઝામી અને તેમના ભત્રીજા નઝીમ અલી નિઝામીને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીએ છોડી દીધાં છે. મહત્વનું છે કે, ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે બંને મૌલવોની મુક્તિ માટે પાકિસ્તાનની નવાજ શરીફ સરકારના વિદેશ મામલાના સલાહકાર સરતાજ અઝીઝ સાથે પણ વાત કરી હતી.

બંને મૌલવી લાહોરની દાતા દરબાર દરગાહે ગયાં હતાં

ખાદિમ અને નઝીમ નિઝામી લાહોરની દાતા દરબાર દરગાહે ગયાં હતાં. તેઓએ ત્યાંથી ભારત પરત આવવા માટે કરાંચીથી ફ્લાઈટમાં બેસવાનું હતું. જોકે તેમના પરિવારના જણાવ્યા મુજબ આસિફ નિઝામીને લાહોર એરપોર્ટ પર અધૂરા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સનું કારણ જણાવી રોકવામાં આવ્યા હતા. ત્યારબાદથી ખાદિમ લાહોર એરપોર્ટથી અને બીજા મૌલવી કરાંચી એરપોર્ટથી લાપતા થયા હતા. ભારત સરકાર અને ઇસ્લામાબાદમાં ભારતીય રાજદૂતે આ મામલો પાકિસ્તાન સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. મળતી માહિતી મુજબ બંને મૌલવી પોતાના સંબંધીઓને મળવા કરાચી ગયાં હતાં. ત્યારબાદ તેઓ લાહોરમાં દાતા દરબારની દરગાહ પર ગયાં હતાં. મહત્વનું છે કે, આઝાદી બાદથી જ દાતા દરબાર અને નિઝામુદ્દીન દરગાહના ખાદિમ એકબીજાને ત્યાં આવતાંજતાં રહે છે.

પાકિસ્તાનમાં અલગઅલગ દાવાઓ

પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ આતંકી સંગઠન ISISએ બંને મૌલવીઓને ગુમ કરાવ્યાં હતાં. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓને આશંકા હતી કે બંને મૌલવીનો સંબંધ મુહાજિર કૌમી મૂવમેન્ટ (MQM) સાથે હોઈ શકે છે. જોકે પાકિસ્તાન સરકારની જણાવ્યા મુજબ આસિફ અને નાઝીમ પોતાના સગાંઓને મળવાં સિંધ પ્રાંતના અંતરિયાળ વિસ્તારોમાં ગયાં હતાં અને ત્યાં મોબાઈલ સેવા ન હોવાને કારણે તેમના પરિવાર સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS