Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- નોટબંધી બાદ બેંકમાં જમા થયેલી રકમની તપાસ દરમિયાન સરકારને અંદાજે 3થી 4 લાખ કરોડ રૂપિયાની આવકમાં ટેક્સ ચોરી થઈ હોવાની માહિતી મળી છે. આ રકમ નોટબંધી બાદ 500, 1000 રૂપિયાની જૂની નોટોમાં અને 50 દિવસની સમય મર્યાદામાં જમા કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ  ક્ષેત્રોમાંથી નોટબંધીની અસરના આંકડાઓ સામે આવવા લાગ્યા છે. નાણાંપ્રધાન અરૂણ જેટલીએ ટેક્સના આંકડા જાહેર કર્યા બાદ હવે બેંક ખાતામાં જમા થયેલ કેશની જાણકારી સામે આવી રહી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર 60 લાખથી વધારે બેંક ખાતાઓમાં 2-2 લાખથી વધારે રૂપિયા જમા થયા છે. હાલ ઈનકમ ટેક્સ વિભાગ આ ખાતાઓની વિસ્તૃત તપાસ  કરી રહી છે.

આ ઉપરાંત લોકોએ નોટબંધી બાદ લોન રિપેમેન્ટમાં 80 હજાર કરોડ રૂપિયા કેશમાં જમા કરાવ્યા છે. તેમજ નિષ્ક્રિય પડેલા ખાતાઓમાં પણ 25 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને  ઈડી તરફથી કો-ઓપરેટિવ બેંકોના અલગ અલગ ખાતાઓમાં જમા કરાવવામાં આવેલી 16 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમની તપાસ ચાલી રહી છે.

ઉત્તર-પૂર્વ રાજ્યોની અલગ અલગ બેંકના ખાતાઓમાં 9 નવેમ્બર પછી 10,700 કરોડ રૂપિયા કેશ જમા કરાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નોટબંધી પછી અલગ અલગ સરકારી  વિભાગોના બાકી બિલ પણ મોટા પ્રમાણમાં ભરવામાં આવ્યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS