Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાવાની છે. આ મેચ દરમિયાન ટીવી ચેનલો પર કમર્શિયલ જાહેરખબરના ભાવ કોઈ સામાન્ય મેચ કરતાં 10 ગણા વધારે રાખવામાં આવ્યા છે. મનાઈ રહ્યું છે કે આ મેચ કરોડોની સંખ્યામાં લોકો ટીવી પર જોશે.

NEWS 18 અનુસાર ફાઈનલ મેચ દરમિયાન 30 સેકન્ડની જાહેરખબર માટે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ 1 કરોડ રૂપિયા(1.50 લાખ ડૉલર) ચાર્જ કરી શકે છે. જાહેરાત ખરીદવાના ક્ષેત્રમાં કામ કરનાર સૂત્રોના કહેવા પ્રમાણે સામાન્ય રીતે ભારતીય શોમાં જાહેરાત માટે 10 લાખ રૂપિયા ચાર્જ હોય છે.

ફાઈનલ મેચ લંડનમાં રમાશે અન તેને ભારતમાં ટેલિકાસ્ટ કરવાનો રાઈટ્સ રુપર્ટ મર્ડોકની ચેનલ સ્ટાર સ્પોર્ટ્સની પાસે છે. નિશાન મોટર્સ, ઈન્ટેલ કોર્પોરેશન, ચીની મોબાઈલ નિર્માતા કંપની ઓપ્પો અને એમઆરએફ જેવી દિગ્ગજ કંપનીઓએ પહેલેથી જ ફાઈનલ માટે બુકિંગ કરાવી દીધું છે. સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે  હવે માત્ર 10 ટકા જગ્યા બાકી રહી ગઈ છે. કંપનીઓ બાકી રહેલી જગ્યામાં જાહેરાત આપવા તલપાપડ છે. અને તેના માટે કંપનીઓ વધુ રકમ આપવા તૈયાર છે.

આ ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન પહેલા પણ રમી ચુક્યા છે. જેમાં ભારતે બાજી મારી લીધી હતી. તે વખતે આ મેચને ટીવી પર દુનિયાભરના અંદાજે 20 કરોડ દર્શકોએ જોઈએ હતી. ટીવી રેટિંગ પોઈન્ટ(ટીઆરપી) આપનારી એજન્સી ‘બીઈઆરસી’ ના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન મેચનું અત્યાર સુધીમાં સૌથી વધુ રેટિંગ ધરાવતી વન-ડે મેચ રહી છે. અત્રે નોંધનીય છે કે હાલમાં વિજેતા ભારત બીજી સેમિફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત-પાકિસ્તાન આઈસીસી મુકાબલામાં 10મી વાર આમનેસામને આવી રહ્યા છે. જેમાં 8 વખત ભારતની જીત નોંધાઈ છે. જ્યારે પાકિસ્તાન માત્ર બે વખત જ જીત્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS