નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા પી. વી. સિંધુના દક્ષિણ-કોરિયાઇ કોચ પાર્ક તાએ-સાંગને અયોધ્યા જવાનું ઇજન આપ્યું છે. દેશના ઓલિમ્પિક વિજેતાઓની સાથે સોમવારે નાસ્તા પર વાતચીત કરતાં વડા પ્રધાન મોદીએ દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે ઐતિહાસિક બંધન પર પ્રકાશ ફેંક્યો હતો કે કેવી રીતે પહેલી મહિલા કિમ જંગ-સુકે 2018માં અયોધ્યાની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાને પાર્ક તાએ-સંગને કહ્યું હતું કે અયોધ્યા દક્ષિણ કોરિયાની વચ્ચે એક વિશેષ સંબંધ છે. દક્ષિણ કોરિયાની પહેલી મહિલા વિશેષ અતિથિના રૂપે એક સમારોહમાં સામેલ થવા માટે ભારત આવી હતી. તમારે અયોધ્યાની મુલાકાત લેવી જોઈએ. તમને માલૂમ હોવું જોઈએ કે ઇતિહાસ શો છે. તમે ગર્વ અનુભવશો.
અયોધ્યાની રાજકુમારી સુરીરત્નાના માધ્યમથી અયોધ્યા કોરિયાનો ઐતિહાસિક સંબંધ છે, જેમણે કોરિયાની યાત્રા કરીને કોરિયાઈ રાજા સૂરોથી લગ્ન કર્યાં હતાં. કિમ જોંગ સૂક નવેમ્બર, 2018માં અયોધ્યાના ક્વીન હૂહ પાર્કમાં ક્વીન હૂહ મેમોરિયલના શિલાન્યાસ સમારોહમાં સામેલ થઈ હતી.
આ સિવાય કોચ તાએ-સાંગે વડા પ્રધાન મોદીને કહ્યું હતું કે તેમની પત્ની એ જાણીને આશ્ચર્યચકિત થઈ હતી કે તે ભારતના વડા પ્રધાનને મળશે. એ પછી વડા પ્રધાન મોદીએ ફોટોગ્રાફરથી બંનેની સાથે ફોટો ક્લિક કરવા કહ્યું હતું.