‘મને ફિલ્મલાઈનમાં રસ નથી’: નીરજ ચોપરા (મધુર ભંડારકરને)

નવી દિલ્હીઃ બોલીવુડ ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકર દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે નવી દિલ્હી ગયા હતા. ત્યાં તેઓ દેશનાં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020ના મેડલ વિજેતાઓને મળવા ઈચ્છતા હતા. તેઓ જેવેલીન થ્રો રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને મળ્યા હતા અને એને પૂછ્યું હતું કે એને ફિલ્મમાં અભિનય કરવાની ઈચ્છા છે?

ત્યારે નીરજે જવાબ આપ્યો હતો કે એને અભિનય ક્ષેત્રમાં જવાનો કોઈ રસ નથી અને તેની ઈચ્છા પોતાની ગેમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. ભંડારકર વેઈટલિફ્ટિંગમાં રજત ચંદ્રક જીતનાર મીરાબાઈ ચાનૂને પણ મળ્યા હતા. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેવા ગયેલાં દેશનાં તમામ એથ્લીટ્સ અને ખેલાડીઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી સમારોહ માટે લાલ કિલ્લા ખાતે આમંત્રિત કર્યા હતા અને ત્યારબાદ એ સૌને પોતાના સત્તાવાર નિવાસસ્થાને બ્રેકફાસ્ટ ઉપર પણ બોલાવ્યા હતા.

(તસવીરઃ મધુર ભંડારકર ઈન્સ્ટાગ્રામ)