કોહલી-અનુષ્કાએ લંડનની વેગન રેસ્ટોરન્ટમાં જમવાની મજા માણી

લંડનઃ વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સ મેદાન પર બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ પર 151-રનના માર્જિનથી શાનદાર રીતે વિજય હાંસલ કર્યો હતો. પાંચ-મેચોની સિરીઝમાં ભારત 1-0થી આગળ થયું છે. કોહલી અને તેની બોલીવુડ અભિનેત્રી પત્ની અનુષ્કાએ લંડનની એક વેગન રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ માણ્યો હતો. એની તસવીરો સોશિયલ મિડિયા પર પ્રસારિત થઈ છે.

અનુષ્કાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ હોટેલનો ઉલ્લેખ કર્યો છે. એક વાનગી સાથેનો ફોટો શેર કરીને તેની કેપ્શનમાં એણે લખ્યું છેઃ ‘બેસ્ટ વેજ ફૂડ.’ સાથોસાથ, જાણીતા શેફ રિશીમ સચદેવાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ સ્ટાર દંપતી સાથેની એક તસવીર શેર કરી છે. વિરાટ અને અનુષ્કાએ રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે પણ એક ફોટો પડાવ્યો હતો. કોહલી અને અનુષ્કાનાં અસંખ્ય પ્રશંસકોએ આ તસવીરોને પસંદ કરી છે. 2017ની 11 ડિસેમ્બરે લગ્નગ્રંથિથી જોડાનાર કોહલી અને અનુષ્કાને એક પુત્રી છે – વામિકા.

(તસવીર સૌજન્યઃ Chef Rishim Sachdeva ઈન્સ્ટાગ્રામ)