રાજકોટઃ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટમેચ ઓસ્ટ્રેલિયા પર છ વિકેટથી જીતી લીધી હતી અને ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-0થી આગળ છે. બીજી ટેસ્ટ મેચમાં રવીન્દ્ર જાડેજાના શાનદાર દેખાવને કારણે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ મળ્યો હતો. તેણે મેચમાં 10 વિકેટ લીધી હતી અને 26 રન બનાવ્યા હતા. આમે તેમની પહેલી પ્રાથમિકતા ક્રિકેટ છે.સૌથી પહેલાં તો હું ટીમ ઇન્ડિયાને શુભેચ્છા આપું છું, કેમ કે આપણી ટીમ ત્રણે ફોર્મેટમાં નંબર વન બની છે અને ટીમમાં તેમણે જે રીતે યોગદાન આપ્યું છે-ખાસ કરીને ઇજા પછી તેમના દેખાવથી હું બહુ ખુશ છું, એમ જાડેજાની પત્ની રિવાબાએ કહ્યું હતું. હું તેમણે ઇજાના પાંચ મહિના પછી શાનદાર વાપસી કરી છે, એ જોતાં હું બહુ ખુશ છું, તેમના ચહેરા પર આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. એમ તેમણે કહ્યું હતું.
રવીન્દ્ર જાડેજાનાં બહેન નૈનાબા જાડેજાએ કહ્યું હતું કે તેના દેખાવથી ખરેખર બહુ ખુશ છું. તેના ચહેરા પર આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો. તેણે સાત વિકેટ લીધી હતી. મને લાગે છે કે પ્લેયર્સ માટે આ બહુ સારું છે અને રવીન્દ્રની રિકવરી પછી તે સારું પર્ફોર્મ કરી રહ્યો છે.
ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઘૂંટણીની ઇજાને કારણે પાંચ મહિના સુધી ક્રિકેટથી બહાર રહ્યો હતો. તેણે સર્જરી કરાવવી પડી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે તે વાપસી કરીને જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની બંને ટેસ્ટ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ જીત્યો હતો.