નવી દિલ્હીઃ દેશભરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હી અને NCRમાં દિવાળી પહેલાં હવાની ગુણવત્તા ખરાબ થઈ છે. હવામાં ઝેર ફેલાતું જઈ રહ્યું છે. ફટાકડા અને પરાળીને કારણે પ્રદૂષણનો સ્તર ઝડપથી વધી રહ્યો છે. આનંદ વિહારમાં AQI 400થી ઉપર નોંધાયો હતો.
દેશનાં 11 શહેરોનું AQI લેવલ 300થી ઉપર નોંધાયું હતું. તેમાં ભિવાડી, દિલ્હી, નોઈડા, મેરઠ, ગાઝિયાબાદ, જયપુર, બુલંદશહર, અમૃતસર, અલીગઢ, સોનીપત અને ફરીદાબાદનાં નામ સામેલ છે. રાજસ્થાનનું ભિંવડી 610 AQI સાથે સૌથી ભયજનક સ્થિતિમાં હતું. દિલ્હી પણ ગેસ ચેમ્બર બની ગયું છે, અહીં આગરામાં પણ પ્રદૂષણ અને ધુમ્મસને કારણે તાજમહેલ ઝાંખો દેખાતો હતો. મુંબઈના મરીન ડ્રાઈવમાં પણ સવારે ધુમ્મસનું એક લેયર જોવા મળ્યું હતું.
The air quality in Delhi-NCR continues to remain in the “very poor” category.
According to the Central Pollution Control Board, Delhi’s air quality index (#AQI) was recorded at 323 at 11:00 AM. pic.twitter.com/gt5iul2Hbc
— All India Radio News (@airnewsalerts) October 28, 2024
દિવાળી પહેલાં દિલ્હીમાં હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) એ 1 જાન્યુઆરી, 2025 સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આદેશો અનુસાર ફટાકડા બનાવવા, સંગ્રહ કરવા, વેચવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આમાં ગ્રીન ફટાકડાનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિબંધને કડક રીતે લાગુ કરવાની જવાબદારી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે. દિલ્હી પોલીસ દરરોજ તેનો રિપોર્ટ DPCCને આપશે.
દિલ્હીમાં ગ્રેપ-1 લાગુ કરવામાં આવ્યો દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર કર્યા બાદ દિલ્હી NCRમાં ગ્રેપ-1 લાગુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત હોટેલ અને રેસ્ટોરાંમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ છે. કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટે એજન્સીઓને જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનો (BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ) પર કડક દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે.કમિશને એજન્સીઓને રસ્તાના બાંધકામ, રિનોવેશન પ્રોજેક્ટ્સ અને મેન્ટેનન્સ પ્રવૃત્તિઓમાં એન્ટી સ્મોગ ગન, પાણીનો છંટકાવ અને ડસ્ટ રિપિલેંટ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા માટે પણ કહ્યું છે.